વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઇતિહાસ ભવનમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન

🧹 સ્વચ્છતા અભિયાન – ઇતિહાસ ભવન....

આજરોજ તારીખ 17/09/2026ના રોજ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીસાહેબના જન્મદિવસ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત મળેલ પરિપત્રની સૂચના અનુસાર ઇતિહાસ અનુસ્નાતક ભવન ખાતે પણ ભવનના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભવનના વર્ગખંડો, ભવનની આસપાસના પરિસરની સફાઈ કરવામાં આવી હતી અને સ્વચ્છતા જાળવવાની સામૂહિક જવાબદારી નિભાવવામાં આવી હતી.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલસચિવ શ્રી એ. કે. જાડેજા સાહેબ પણ ઇતિહાસ ભવન ખાતે ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. તેમણે ઇતિહાસ ભવનની મુલાકાત લઈ ભવનની સ્વચ્છતા તથા સમગ્ર વ્યવસ્થાની નોંધ લીધી હતી.

સ્વચ્છતા માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ તે દૈનિક જીવનનો ભાગ બને અને ઇતિહાસ ભવનનું પરિસર કાયમી ધોરણે સ્વચ્છ રહે, તેવા સંકલ્પ સાથે આ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.


Published by: Department of History

17-09-2026